• સોમવાર, 25 મે, 2026

કેસર કેરીની મબલક આવક શરૂ થઈ

રોજની 20 હજારથી વધુ બોક્સની આવક : એક મહિનામાં કુલ આવક ચાર લાખ બોક્સ નોંધાઈ, સરેરાશ ભાવ રૂ. 350-1050 

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 24 : ગુજરાતીઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતી કેસર કેરીની સીઝન હવે પૂરબહારમાં ખીલી છે. કેરી માટે પ્રખ્યાત તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવકમાં ઉછાળો નોંધાયો છે. આકરા તડકા પડતા કેરીની મબલક આવક થઈ રહી છે. ચાલુ સીઝનમાં કેસર કેરીની આવક 4 લાખ બોક્સ ઉપર પહોંચી ગઈ.....