મુંબઈ, તા. 18 : લોઅર પરેલ રેલવે સ્ટેશન નજીક ડિલાઈલ રોડ બ્રિજનો પૂર્વ દિશા તરફનો વધુ એક માર્ગ રવિવારથી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરાયો છે. આથી કરી રોડ, લોઅર પરેલ તેમ જ દક્ષિણ મુંબઈની દિશામાં ટ્રાફિક સરળ થશે. પૂર્વ દિશાનો આ રસ્તો 18મી સપ્ટેમ્બરથી ખુલ્લો મુકાવાનો હતો. જોકે રવિવારે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) પક્ષના વિધાનસભ્ય અને અન્ય સ્થાનિક નેતાઓ ગણેશમૂર્તિ આગમન શોભાયાત્રા સાથે જ અહીં આવી પહોંચ્યા હતા. થોડી વારમાં રાજ્યના શિક્ષણપ્રધાન અને મુંબઈ શહેર જિલ્લા પાલકપ્રધાન દીપક કેસરકર પણ આવી પહોંચ્યા હતા. એ પછી કેસરકરના હસ્તે પુલની પૂર્વ દિશાના એક રસ્તાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જોકે રસ્તો ખુલ્લો મુકાયો એનું શ્રેય લેવા માટે બંને જૂથમાં હુંસાતુંસી પણ જોવા મળી.
પાલિકાના જી (દક્ષિણ) વૉર્ડમાં લોઅર પરેલ સ્ટેશન નજીક ના.મ. જોશી માર્ગ અને ગણપતરાવ કદમ માર્ગ પર ડિલાઈલ રોડ રેલવે ફ્લાયઅૉવરનું બાંધકામ અંતિમ તબક્કામાં આવ્યું છે. આ પુલ પર ત્રણ એક્સેસ રોડનું બાંધકામ પાલિકાના અખત્યાર હેઠળ છે. એમાંથી પશ્ચિમ દિશાનો રસ્તો ગત પહેલી જૂને ખુલ્લો કરવામાં આવ્યો હતો. અૉગસ્ટમાં વરસાદે પોરો ખાતાં આ પુલનું કામ ઝડપથી કરવાનું શક્ય બન્યું શેર કરો -