• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

ડૉક્ટરોની સુરક્ષાનો ઈલાજ ક્યારે?

ડૉક્ટરને ભગવાનનું રૂપ ગણનારા આપણા દેશમાં તેમના પર હુમલાની ઘટનાઓ છાશવારે બનવા માંડી છે. સ્થાનિક નગરસેવક દ્વારા પાલિકાની હૉસ્પિટલના તબીબો તથા કર્મચારીઓ સાથે ડોંબિવલીમાં થયેલી મારપીટની ઘટનાને બરાબર બે મહિના થયા દિવસે પાલઘર ખાતે રિલીફ હૉસ્પિટલમાં આવી દાદાગીરીનું પુનરાવર્તન થયું. મહારાષ્ટ્રમાં તથા દેશનાં અનેક રાજ્યોમાં આવું છાશવારે થાય છે. જન્માષ્ટમી નિમિત્તે દહીંહંડીમાં સહભાગી થયેલો યુવાન ઇજાગ્રસ્ત થયો અને તેને હૉસ્પિટલના આઈસીયુમાં 24 કલાક નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો. ડિસ્ચાર્જ અને બિલની રકમને લઈને રાજકીય પક્ષના કાર્યકર્તાઓની ટોળકી હૉસ્પિટલમાં ઘૂસી ગઈ અને મહિલા ડૉક્ટરો સાથે ગાળાગાળી કરી તથા ધમકીઓ આપવામાં આવી. આમાં વચ્ચે પડેલી રિસેપ્શનિસ્ટની મારઝૂડ કરવામાં આવી. વાત આટલેથી અટકી અને ટોળું આઈસીયુમાં પ્રવેશ્યું અને ઇજાગ્રસ્ત યુવાન ગંભીર હાલતમાં ત્યાંથી લઈ જવાનો પ્રયાસ કરાયો.

ડોંબિવલીમાં પાલિકાની હૉસ્પિટલમાં સ્થાનિક નગરસેવક રમેશ મ્હાત્રે એક મહિલા ડૉક્ટર તથા બે અન્ય તબીબો અને નર્સને મારમાર્યો હતો. તો ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને પ્રસાર માધ્યમોમાં બુમરાણ મચી એટલે કાર્યવાહી કરવાની ફરજ પડી. ડોંબિવલીની જેમ પાલઘરના કિસ્સામાં પણ સત્તાધારી પક્ષ શિંદે જૂથની શિવસેનાના નેતા સક્રિય હતા. રમેશ મ્હાત્રે તો અત્યારે સશર્ત જામીન પર રાજ્યની બહાર છે. આમ છતાં, બે મહિનામાં ફરી શિંદેસેનાના નેતાઓએ ફરી આવું પરાક્રમ કર્યું છે. વખતે પાલઘર જિલ્લાના શિવસેનાપ્રમુખ કુંદન સંખ્યે, શહેર પ્રમુખ રાહુલ ઘરત તથા સ્થાનિક શિવસેના વિધાનસભ્ય રાજેન્દ્ર ગાવિતના પુત્ર રોહિત સહિત 17 જણ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સત્તામાં હોવા માત્રથી આવી દાદાગીરી કરવાની વૃત્તિ વધતી જાય છે, તેના ચોંકાવનારા કિસ્સા વધી રહ્યા છે, ચિંતાનો વિષય છે. એમાંય પોલીસ પણ આવા લોકોને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપતી હોવાનું જોવા મળે છે, પણ ડોંબિવલીના કિસ્સામાં તો હાઈ કોર્ટે કરેલા હસ્તક્ષેપને પગલે રમેશ મ્હાત્રેને આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી.

તબીબો પર હુમલાના આંકડા આંખ ફાટી જાય એવા છે, ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના અહેવાલ અનુસાર દેશમાંના 75 ટકાથી વધુ તબીબોને તેમના સેવાકાળ દરમિયાન શાબ્દિક કે શારીરિક હિંસાનો ભોગ બનવાનું આવે છે. આમાંના સાઠ ટકાથી વધુ હુમલા તો અકસ્માતની સારવાર કરનારાઓ તથા આઈસીયુમાંના કર્મચારીઓ પર થાય છે. ભારતમાં આમ પણ માથાદીઠ તબીબોની સંખ્યા ઓછી છે તથા સુવિધાઓના અભાવ વચ્ચે ઘણીવાર તેમને કામના કલાકોથી વધુ સમય ફરજ બજાવવી પડે છે. મહારાષ્ટ્ર મેડિકલ સર્વિસીસ ઍક્ટ હેઠળ તબીબી કર્મચારીઓ પર હુમલો, તેમની સાથે ગાળાગાળી અથવા હૉસ્પિટલમાં તોડફોડ બિનજામીન પાત્ર ગુનો છે તથા આરોપીને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જોકે, પોલીસ અને લાગવગને કારણે આવા કેસમાં ગુનેગારો છટકી જતા હોય છે. સરકાર તબીબોની સુરક્ષાને સર્વોચ્ચ ગણે અને દિશામાં પગલાં લે સમયની માગ છે.

ઇ-પેપરના નવા શુલ્ક