• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

આજે 4 સિલ્વર સહિત ભારતના ભાગે 7 મેડલ

હાઈ જમ્પ, લોંગ જમ્પમાં એક - એક અને સ્ક્વોશમાં બે સિલ્વર : કુલ મેડલ આંક 37

નવી દિલ્હી, તા.27 : એશિયન ગેમ્સમાં રવિવારે ભારતના રમતવીરોએ શાનદાર પ્રદર્શન જાળવી રાખતા 4 સિલ્વર સહિત કુલ 7 મેડલ પોતાનાં નામે કર્યાં છે. આ સાથે જ વર્તમાન એશિયન ગેમ્સમાં ભારતનો કુલ મેડલ આંક 37 પર પહોંચી ગયો છે. જેમાં 4 ગોલ્ડ, 16 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. મેન્સ હાઈ જમ્પમાં ભારતના સર્વેશ કુશારેએ સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો...