• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

દસ ટકા ભાગીદારી અને ટેરેસ ફ્લૅટની માગણીનો ભાજપ કાર્યકરનો આરોપ

પુનર્વિકાસ પ્રોજેક્ટને લઈને રાજકીય વિવાદ

પરિવહન પ્રધાન સરનાઈકે એક મહિનામાં અહેવાલ માગ્યો

જિતેશ વોરા તરફ્થી

મીરા-ભાયંદર, તા. 27 : મીરા-ભાયંદરમાં એક પુનર્વિકાસ પ્રોજેક્ટને લઈને રાજકીય ક્ષેત્રે વિવાદ સર્જાયો છે. ભાજપ કાર્યકર દેવરામ મંડોરા દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ, પ્રોજેક્ટમાં 10 ટકા ભાગીદારી તથા ટેરેસ ફ્લૅટની માગણી કરવામાં આવી હતી. આ માગણી પૂરી ન થતાં પ્રોજેક્ટને લગતી પરવાનગીઓ અને કામકાજમાં અડચણો ઊભી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો...