• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

મર્યાદિત પુરવઠા વચ્ચે સ્ટીલના ભાવ ઊંચા રહેવાની ધારણા

ડીલરો દ્વારા સ્ટોક વધારવાનું વલણ : સેન્ટ્રમનો રિપોર્ટ

નવી દિલ્હી, તા. 27 : સ્થાનિક બજારમાં સ્ટીલના ભાવ આગામી મહિનાઓમાં મજબૂત રહેવાની ધારણા છે. બજારમાં પુરવઠાની ખેંચ, આયાત ડ્યૂટી અને કાચા માલના વધતા ખર્ચને પગલે આગામી સમયમાં ભાવ વધવાની શક્યતા જોતાં ડીલરો સક્રિયપણે ઇન્વેન્ટરી વધારી રહ્યા છે. અગ્રણી બ્રોકરેજ ફર્મ સેન્ટ્રમ બ્રાકિંગ દ્વારા ડીલરોના પ્રતિભાવોના આધારે તૈયાર કરવામાં આવેલા તાજેતરના અહેવાલમાં આ બાબત સામે આવી છે.