• રવિવાર, 14 એપ્રિલ, 2024

બેંગ્લોરના કૅફેમાં આઈઈડી બ્લાસ્ટ : નવને ઈજા  

અજ્ઞાત શખસે કૅશ કાઉન્ટરે બૅગ છોડી અને થયો વિસ્ફોટ : પોલીસ તપાસ શરૂ

બેંગલોર, તા. 1 : બેંગલોરના એક કાફેમા બોમ્બ વિસ્ફોટ થવાના કારણે શુક્રવારે સનસનાટી મચી હતી. વિસ્ફોટમાં ઓછામાં ઓછા નવ લોકોને ઈજા પહોંચી છે. જેઓને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટ બેંગલોરના બ્રુકફીલ્ડ વિસ્તારમાં ફેમસ કાફેમાં થયો હતો. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ પુષ્ટી કરી હતી કે રામેશ્વરમકાફેમાં થયેલો વિસ્ફોટ આઈઈડીથી કરવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં ધડાકાને લઈને મહત્ત્વના પુરાવા કેદ થયા છે. ફૂટેજમાં એક શખસ કાફેની અંદર બેગ રાખતો જોવા મળી રહ્યો છે. 

મળતી વિગત પ્રમાણે બેગ કેશિયર કાઉન્ટર ઉપર રાખવામાં આવી હતી અને અચાનક ફાટી હતી. વિસ્ફોટમાં એક મહિલા 40 ટકા સુધી દાઝી હતી. સૂત્રો મુજબ પોલીસે કહ્યું હતું કે આઈઈડી બ્લાસ્ટ છે. બેગમાં એક આઈઈડી ઉપકરણ મળ્યું છે જે ફાટયું હતું. પરિસરમાં અન્ય કોઈ આઈઈડી મળ્યું નથી. જેણે પણ વિસ્ફોટ કર્યો છે તે દહેશત ફેલાવવા માગતો હતો. 

શુક્રવારે બપોરે એક વાગ્યા આસપાસ ધેગમાં જોરદાર ધડાકો થયો હતો. જેનાથી કાફે અને આસપાસ કાળો ધુમાડો ફેલાયો હતો. ઘટનામાં નવ લોકોને ઈજા પહોંચી હતી. બીજી તરફ ધડાકાના કારણે અફરાતફરી મચી હતી અને તાકીદે સ્થળ ઉપર પોલીસ પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ પણ સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી. 

સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે મોટો વિસ્ફોટ નથી થયો. પોલીસ તપાસ કરી રહી છે. કોઈપણ ઈજાગ્રસ્તની હાલત ગંભીર નથી. સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ બેગ રાખતી જોવા મળી રહી છે. જેને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. બેગ લઈને કાફેમાં આવેલા શખસે ટોકન લીધું હતું અને બેગ ત્યાં છોડી દીધી હતી. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે તેઓએ ગૃહપ્રધાનને સ્થિતિની સમીક્ષા કરવા કહ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ