• બુધવાર, 08 મે, 2024

સુહાના ખાને અલીબાગમાં પ્રૉપર્ટી ખરીદી  

બૉલીવૂડના કિંગખાનની દીકરી સુહાના ખાન ` આર્ચિઝ'થી બૉલીવૂડમાં પદાર્પણ કરીને છાશવારે તે કોઈને કોઈ કારણે ચર્ચાનો વિષય બનતી હોય છે. તાજેતરમાં મળતી માહિતી મુજબ 23 વર્ષની સુહાનાએ અલીબાગમાં કરોડોની પ્રૉપર્ટી ખરીદી છે. નાની ઉંમરમાં તે ભવિષ્યનો વિચાર કરીને તેની માતા ગૌરી ખાનની જેમ પ્રૉપર્ટીમાં ઈન્વેસ્ટ કરી રહી છે.

સુહાનાએ અલીબાગના રેસિડેન્શિયલ એરિયામાં 7820 ચોરસ મીટર જગ્યામાં ફેલાયેલી પ્રૉપર્ટી ખરીદી છે, જેની કિંમત રૂા. 12.91 કરોડ હોવાનું કહેવાઈ રહ્યું છે. સંપત્તિ ખરીદવા માટે સુહાનાએ સ્ટૅમ્પ ડયૂટી તરીકે રૂા. 77 લાખ કરતાં વધુ રકમ ચૂકવી હોવાનું જાણવા મળ્યું હતું. અલીબાગમાં સુહાનાએ તેના પિતા શાહરુખ ખાનની પ્રૉપર્ટીની બાજુમાં નવી પ્રૉપર્ટી ખરીદી છે. નોંધનીય છે કે શાહરુખ અને ગૌરી પ્રૉપર્ટીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે અને માતા-પિતાનું અનુસરણ કરીને સુહાના પણ તેમના માર્ગે ચાલી રહી હોવાનું દેખાઈ રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ