• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

`છત્રપતિ સંભાજી મહારાજ'માં વિકી કૌશલ  

વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ જરા હટકે જરા બચકેના દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મ છત્રપતિ સંભાજી મહારાજ છે. આ ફિલ્મમમાં પણ તેણે વિકીને જ મુખ્ય ભૂમિકા આપી છે. ફિલ્મનું પ્રી-પ્રૉડકશન કામ ચાલુ થઈ ગયું છે અને શૂટિંગ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે. 

લક્ષ્મણ ઉતેકરે જણાવ્યું હતું કે, છત્રપતિ સંભાજી મહારાજ માટે વિકીએ ઘોડેસવારી અને તલવારબાજીની તાલીમ શરૂ કરી દીધી છે. તેણે વજન વધારવું પડશે. આ માટેનું ડાયટ અને વર્કઆઉટ પણ શરૂ થઈ ગયું છે. આ બધું જોતાં લાગે છે કે સપ્ટેમ્બર મહિનામાં શૂટિંગ શરૂ કરી શકાશે. લક્ષ્મણ ઉતેકરે અગાઉ લુકા છુપી, મિમિ જેવી ફિલ્મો બનાવી છે. તેની ફિલ્મોમાં મનોરંજન અને સામાજિક સંદેશનો ઉત્તમ સમન્વય હોય છે.