ડૉક્ટરના ઘરમાં ઘૂસી મારપીટ કરી રૂા. પાંચ લાખની ખંડણી માગવાનો આરોપ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : પુણેમાં
બિગ બોસ મરાઠી ફેમ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દિવ્યા શિંદેની પોલીસે આજે ધરપકડ
કરી હતી. એક વરિષ્ઠ ડૉક્ટરના ઘરમાં ઘૂસી તેમની મારપીટ કરી તેમની પાસેથી રૂા. પાંચ લાખની
ખંડણી માગવાનો આરોપ દિવ્યા શિંદે પર છે. સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રચાર માટે રૂપિયા
માગવાના નામે તબીબી અધિકારીના ઘરમાં ઘૂસી દહેશત ઊભી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું.....