• રવિવાર, 14 એપ્રિલ, 2024

હવે માફ કરી દો રૂપાલાને  

સી. આર. પાટીલે ક્ષત્રિય સમાજ સામે બે હાથ જોડયા 

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 2 : કેન્દ્રીય પ્રધાન અને રાજકોટના ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો ગુસ્સો હાલ અનેક રીતે ભાજપને દઝાડી રહ્યો છે. પહેલાં બાબત રાજકોટ પૂરતી મર્યાદિત રહી પણ રોષ વાયુવેગે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રસરી ગયો છે. ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર ઊતર્યા છે અને પુરષોત્તમ રૂપાલા વિરુદ્ધ નિવેદન પાઠવવામાં આવ્યાં રહ્યાં છે. ત્યારે ક્ષત્રિય સમાજમાં ફેલાયેલા આક્રોશને શાંત પાડવા માટે હવે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલે કમાન સંભાળી છે. આજે સી.આર. પાટીલના ગાંધીનગર ખાતે આવેલા નિવાસસ્થાને ક્ષત્રિય સમાજ સાથે બેઠક યોજાઈ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ