• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

પંજાબમાં બીએસએફએ તોડી પાડયા બે પાક. ડ્રોન  

ચંડીગઢ, તા. 17 : સીમાપારથી ફરી અકે વખત ઘૂસણખોરીની કોશિશ થઈ છે. એક અધિકારીના કહેવા પ્રમાણે બીએસએફ અને પંજાબ પોલીસની એક સંયુક્ત ટીમે પંજાબના તરનતારન જિલ્લામાંથી એક પાકિસ્તાની ડ્રોન બરામદ કર્યું છે. સત્તાવાર નિવેદન અનુસાર ડ્રોનને તરનતારન જિલ્લાના રાજોકે ગામમાંથી શનિવારે બરામદ કરવામાં આવ્યું હતું. ડ્રોન એક મેડ ઈન ચાઈના ક્વાડકોપ્ટર છે. ઉપરાંત રવિવારે ફિરોઝપુર પાસે પણ સંદિગ્ધ ડ્રોનને તોડી પડાયું હતું. જેમાંથી અઢી કિલો હેરોઈન મળ્યું હતું. 

અધિકારીએ નિવેદનમાં કહ્યું હતું કે, 16 સપ્ટેમ્બર 2023ના લગભગ 3.32 વાગ્યે બીએસએફએ તરનતારન જિલ્લામાં સંદિગ્ધ ડ્રોન એક્ટિવિટીને રોકી હતી. બીએસએફ જવાનોએ તાકીદે પ્રતિક્રિયા આપી હતી. બીએસએફએ પંજાબ પોલીસ સાથે મળીને એક સંયુક્ત તલાશી અભિયાન ચલાવ્યું હતું.