• સોમવાર, 16 નવેમ્બર, 2026

સરકારની સંસદના શિયાળુ સત્રની તૈયારી

બે તૃતીયાંશનો આંકડા મેળવી લીધાની ચર્ચા: સીમાંકન ખરડો રજૂ કરાશે

નવી દિલ્હી, તા. 15 : સંસદનું શિયાળુ સત્ર ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે.આ સત્રમાં કેન્દ્ર સરકાર સીમાંકન ખરડો રજૂ કરી શકે છે. આ ખરડાને પસાર કરવા માટે બે તૃતિયાંશ બહુમતી જરૂરી છે. એપ્રિલ મહિનામાં આ ખરડો ગૃહમાં પાસ થઈ શક્યો ન હતો. તાજેતરમાં જ સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે સરકારે બે તૃતિયાંશનો આંકડો મેળવી લીધો છે. આ જ કારણથી હવે તેને ફરી ગૃહમાં......