• સોમવાર, 04 માર્ચ, 2024

રાજસ્થાનના સિરોહીમાં 23 મહિલા પર ગૅન્ગરેપ  

સિરોહી, તા. 11 : રાજસ્થાનમાં સિરોહીમાં 23 મહિલાઓના ગેંગરેપની ઘટના સામે આવતાં હડકંપ મચ્યો છે. સિરોહી મ્યુનિસિપલ કાઉન્સિલના ચેરપર્સન અને કોંગ્રેસ નેતા મહેદ્ર મેવાડા અને ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલ કમિશનર મહેન્દ્ર ચૌધરી સામે ગેંગરેપનો કેસ દાખલ કરાયો છે. આંગણવાડીમાં રોજગારી આપવાની આડમાં 20 જેટલી મહિલાઓ પર ગેંગરેપ કરવાના કેસમાં તેમના પર આરોપ છે. 

પાલી જિલ્લાની એક મહિલાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે આરોપીએ તેને અને આશરે 23 અન્ય મહિલાઓને નોકરીની લાલચ આપીને સિરોહી બોલાવી હતી અને એક ઓળખીતાને ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી હતી. મહિલાનો એવો પણ દાવો છે કે દુષ્કર્મ બાદ આરોપીઓએ અશ્લીલ વીડિયો પણ ઉતાર્યો હતો અને દરેક પાસેથી 5-5 લાખની માગણી કરી હતી અને તેમ કરવામાં આવતાં અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.  

પીડિતોનો આરોપ છે કે સિરોહી મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ મહેદ્ર મેવાડા અને કમિશનર મહેન્દ્ર ચૌધરીએ 8-10થી વધુ લોકો સાથે મળીને તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેમના અશ્લીલ વીડિયો પણ બનાવ્યા હતા. 

પીડિતોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમની પાસેથી 5 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. આરોપીઓએ ધમકી આપી હતી કે જો તેઓ રકમ નહીં ચૂકવે તો વીડિયો વાયરલ કરી દેશે. મહેન્દ્ર મેવાડાએ મહિલાઓને નોકરી આપવાની આડમાં કોરા કાગળો અને સ્ટેમ્પ પેપર્સ પર સહી કરાવી હતી. એટલું નહીં, પીડિતોને દસ્તાવેજો પર અંગૂઠાની છાપ લેવાનું કહેવામાં આવ્યું હતું. મહેન્દ્ર મેવાડા અને મહેદ્ર ચૌધરીએ ગેંગરેપનો આરોપ ફગાવ્યો છે. તેમણે કહ્યું કે બધું ઉપજાવી કાઢેલું છે. હાલમાં પોલીસે આઠ એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.