તૈયારીઓ પૂર્ણ : હજારો શ્રદ્ધાળુઓ જોડાશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 15 : આવતી
કાલે અષાઢી બીજ (16મી જુલાઈ)ના દિવસે જગતના નાથ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને
ભાઈ બળભદ્રજી રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળશે. અમદાવાદની 149ની રથયાત્રા માટે ભગવાનનું
મોસાળ ભક્તિમય માહોલમાં રંગાઈ ચૂક્યું છે. અહીં આવેલી મોટાભાગની શેરી અને પોળમાં....