કૉંગ્રેસનો વોટ બૅન્ક સાધવાનો પ્રયાસ : ભાજપ
નવી દિલ્હી, તા. 9 : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે દ્વારા દિવાળીના પાવન અવસરે આપવામાં આવેલા એક નિવેદનને લઈને દેશમાં મોટો રાજકીય વિવાદ વકર્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં દિવાળીની શુભકામનાઓ પાઠવતાં ખડગેએ કહ્યું હતું કે, `આ એક ખૂબ મોટો તહેવાર છે, જેને હિન્દુસ્તાનમાં બધા લોકો મનાવે છે. તેનું એક જ કારણ છે કે, આ ખુશીઓની ઈદ છે, લાંબા સમય સુધી ચાલનારી ઈદ આ જ....