રાવલાપિંડી, તા.9: શ્રીલંકા સામે રાવલાપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે સાહસિક પગલું ભરતાં પ્લેઇંગ-11માં એકસાથે ચાર યુવા ખેલાડીઓને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક આપી છે. તાજેતરના વર્ષોમાં ટેસ્ટ ક્રિકેટમાં કંગાળ પ્રદર્શન બાદ ટીમ મેનેજમેન્ટે યુવાનો પર ભરોસો મૂક્યો છે. માત્ર સાત ફર્સ્ટ-ક્લાસ મેચ રમનારા 20 વર્ષીય ઓપનર તૈયબ આરિફે ઓપાનિંગમાં અડધી.....