રામાયણ માત્ર ધાર્મિક કથા નથી, પણ લાગણી અને આસ્થાનું પ્રતીક છે. રામાનંદ સાગરની ટીવી સિરિયલ રામાયણ અને 1990ના દાયકાની એનિમેટેડ રામાયણે દર્શકોનાં દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. બીજી તરફ, તાજેતરમાં આવેલી 'આદિપુરુષ'ના નબળા વીએફએક્સ, સંવાદો અને પાત્રોના ચિત્રણથી દર્શકો નિરાશ થયા હતા. ત્યારે નમિત મલ્હોત્રા અને નિતેશ તિવારીની અંદાજે રૂ.4,000 કરોડના બજેટવાળી રામાયણ પાસેથી અપેક્ષાઓ ઘણી વધારે......