નિફ્ટી સામે હવે 24775નો અવરોધ માત્ર 200 પૉઇન્ટ્સ દૂર, મુહૂર્તમાં ક્રોસ કરે એવી સંભાવના
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : ગુરૂવારે બેન્ક નિફ્ટીએ બાજી મારી બજારના સુધારામાં આગેવાની લીધી હતી. બીએસઇમાં એફએન્ડઓના સાપ્તાહિક ઓપ્શન્સની એક્સપાયરીના દિવસે બેન્ક નિફ્ટી 3.33 ટકા, 1860 પોઇન્ટ્સ ઉછળીને 57774ના સ્તરે પહોંચી ગયો હતો. જૂગલબંધીના અન્ય પાર્ટનર નિફ્ટી ફાઇનાન્સીયલ સર્વીસીસ આંકે તો 3.99 ટકાના વધુ મોટા જંપે 1020 પોઇન્ટ્સ ઉછળી.......