તેહરાનની માગણીઓ અસ્વીકાર્ય : માર્કો રૂબિયો
અમેરિકા યુદ્ધ રોકે તો
48 કલાકમાં હોર્મુઝ ખૂલશે : અરાઘચી
નવી દિલ્હી, તા. 9 : ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાઘચીએ અમેરિકાને બે દિવસનો પ્રસ્તાવ અને આખરીનામુ આપી દીધું છે. તેમણે કહ્યું હતું કે, જો અમેરિકા તમામ મોરચે યુદ્ધ સમાપ્ત કરવાની શરત માની લે તો ઈરાન 48 કલાકમાં હોર્મુઝ જળમાર્ગ ખોલી નાખશે. આ સાથે જ તેમણે ચેતવણી પણ આપી હતી કે, જો અમેરિકા આમ નહીં કરે તો ઈરાની સેના તેનાં ઉપર ભીષણ હુમલા.....