જાન્યુઆરીની ટોચથી સોનું 25 ટકા અને ચાંદી 60 ટકા તૂટયા, મજબૂત ડૉલર, બોન્ડ યીલ્ડ અને ફેડ દ્વારા વ્યાજદર વધારાની આશંકાથી દબાણ, એમસીએક્સ સોનામાં રૂ. 1,30,000 અને ચાંદીમાં રૂ. 1,60,000 મહત્ત્વના સપોર્ટ ઝોન
મુંબઈ, તા. 18 : વર્ષ 2026ની શરૂઆતમાં ઐતિહાસિક તેજી નોંધાવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર કરેક્શન જોવા મળ્યું છે. જાન્યુઆરીની રૂ. 1.80 લાખ પ્રતિ 10 ગ્રામની ટોચ પરથી સોનું આશરે 25 ટકા ઘટ્યું છે, જ્યારે ચાંદી રૂ. 4.20 લાખ પ્રતિ કિલોની સપાટીથી લગભગ 60 ટકા જેટલી તૂટી છે. કેડિયા એડવાયઝરીના અજય કેડિયાએ જણાવ્યું છે કે પ્રોફિટ બાકિંગ, અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ફુગાવાની........