રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈનની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મમાં અજય દેવગણની સાથે કરીના કપૂર ખાન, રણવીર સિંહ, અક્ષય કુમાર અને દીપિકા પદુકોણ સાથે ટાઈગર શ્રોફ વિલનની ભૂમિકામાં જોવા મળશે, હવે ટાઈગરની સાથે અર્જુન કપૂરનો પણ ખલનાયક તરીકે ઉમેરો થયો છે. રોહિત અને ટીમે અર્જુનનું નામ અત્યાર સુધી જણાવ્યું નહોતું. સિંઘમ, સિમ્બા, સૂર્યવંશી અને લેડી સિંઘમ જેવા ચાર પોલીસ અધિકારી સામે અર્જુન મુખ્ય ખલનાયક હશે. અર્જુને રોહિત અને તેમની ટીમ સાથે તૈયારી શરૂ કરી દીધી છે. રોહિતની છેલ્લી ફિલ્મ સરકસ ફ્લોપ ગઈ હતી. આથી હવે સિંઘમ અગેઈન બાબતે તે કોઈ કસર છોડવા માગતો નથી. રોહિતની સિઘમ ફ્રેંચાઈઝીની પાંચમી ફિલ્મ છે. અગાઉ તેમણે સિંઘમ, સિંઘમ રિટર્ન્સ, સિમ્બા અને સૂર્યવંશી બનાવી છે. હવે સિંઘમ અગેઈનનું શૂટિંગ શરૂ થશે અને 2024માં તે રજૂ થશે.