અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : ટેક્નોક્રાફ્ટ
વેન્ચર્સના ઇક્વિટી શૅરનું લિસ્ટિંગ આજે મુંબઈ શૅરબજારમાં રૂા. 212ના ઇસ્યૂ ભાવ સામે
35 ટકા પ્રીમિયમે રૂા. 285માં થયો હતો. છેલ્લે ભાવ 47 ટકા પ્રીમિયમે રૂા. 310.50 બંધ
રહ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા. 334.60 અને ઘટીને નીચામાં રૂા.
285ના સ્તરે પહોંચ્યો હતો. માર્કેટકૅપ રૂા. 1229.77 કરોડનું....