• બુધવાર, 08 મે, 2024

જોસ બટલર ઇંગ્લૅન્ડનો વાર્ષિક કરાર છોડશે ?

રાજસ્થાન રોયલ્સ તરફથી લલચામણી અૉફર

લંડન, તા. 29 : ઇંગ્લેન્ડની લિમિટેડ ઓવર્સના કેપ્ટન જોસ બટલરને આઇપીએલની ફ્રેંચાઇઝી રાજસ્થાન રોયલ્સે લલચામણી ઓફર કરી છે. જેને લઇને બટલર કદાચ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છોડી શકે છે. આ દાવો બ્રિટશ અખબાર ધ ટેલિગ્રાફે કર્યો છે. આઇપીએલની મોટાભાગની ફ્રેંચાઇઝીઓ દુનિયાભરની ટી-20 લીગમાં કોઇ પણ રીતે હિસ્સેદારે ધરાવે છે. આથી ક્રિકેટમાં હવે ફૂટબોલની માફક ખેલાડીઓ તેમના દેશના કરાર છોડીને ફ્રેંચાઇઝી કલબોના કરાર સ્વીકારી શકે છે. 

ઘ ટેલિગ્રાફના અહેવાલમાં જણાવાયું છે કે રાજસ્થાન રોયલ્સે જોસ બટલર સાથે લાંબાગાળાનો કરાર ઇચ્છે છે. જો કે બટલર આ કરાર માટે સહમત છે કે નહીં, તે અને કેટલા કરોડ રૂપિયાની ઓફર થઇ છે તે બહાર આવ્યું નથી. હાલ ઐપચારિક રીતે રાજસ્થાન રોયલ્સે બટલર સમક્ષ ચાર વર્ષનો કરાર કરવાની ઓફર મૂકી છે. આ ડિલ ઘણા મિલિયન પાઉન્ડમાં હશે. 

બટલર રાજસ્થાન રોયલ્સ સાથે 2018થી જોડાયેલો છે. તેણે આ ટીમ તરફથી 71 મેચમાં 18 અર્ધસદી અને પ સદી ફટકારી છે. તે દ. આફ્રિકા લીગમાં રોયલ્સની પર્લ રોયલ્સ ટીમ તરફથી રમે છે. આ પહેલા કોલકતા નાઇટ રાઇડર્સે આ રીતે જેસન રોય સાથે કરાર કર્યો છે. જો કે રોય પાસે ઇંગ્લેન્ડનો વાર્ષિક કરાર ન હતો. જો બટલર ઓફર સ્વીકારશે તો તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ ફેંસલો લેનારો પહેલો કરારબદ્ધ ખેલાડી બનશે. આ પહેલા કિવિઝના ટ્રેંટ બોલ્ટે ફ્રેંચાઇઝી ક્રિકેટ રમવા માટે ન્યુઝીલેન્ડનો વાર્ષિક કરાર ઠુકરાવ્યો હતો. જો બટલર કરાર સ્વીકારે તો તેણે રાજસ્થાન રોયલ્સ ફ્રેંચાઇઝી તરફથી વર્ષભર રમવાનું રહેશે. રોયલ્સની આઇપીએલ ઉપરાંત બીજી બે ફ્રેંચાઇઝી પણ છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ