• ગુરુવાર, 09 મે, 2024

બીજી ટેસ્ટમાં ભારતની નજર ક્લીન સ્વીપ પર  

ભારતીય ઇલેવનમાં મોટા ફેરફારનો અવકાશ નહીં : રહાણે માટે નિર્ણાયક ટેસ્ટ

પોર્ટ ઓફ સ્પેન, તા.19: વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ગુરુવારથી શરૂ થઇ રહેલ બીજા અને આખરી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની નજર ક્લીન સ્વીપ રહેશે જ્યારે મીડલ ઓર્ડર બેટર અજિંક્યા રહાણે એક મોટી ઇનિંગ રમીને પોતાની કેરિયરને જીવતદાન આપવા માગશે. આ મેચ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેનો 100મો ટેસ્ટ છે. આ અવસરે ભારતીય કપ્તાન રોહિત શર્માએ કહ્યંy છે કે આ એક મોટો માઇલ સ્ટોન છે. તેની ટીમ પહેલા મેચની જેમ બીજા મેચમાં પણ દબદબો બનાવી રાખવાનો પ્રયાસ કરશે. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલા ટેસ્ટના ઘોર પરાજયમાંથી બહાર આવવાનો અને સારો દેખાવ કરવાનો પ્રયાસ કરશે. ડોમિનિકા ટેસ્ટમાં વિન્ડિઝનો એક દાવ અને 141 રને પરાજય થયો હતો. આ મેચમાં યશસ્વી જયસ્વાલે પદાર્પણ સાથે 171 રનની ઇનિંગ રમી હતી અને અશ્વિને 12 વિકેટ લીધી હતી.

આ ટેસ્ટ મેચ બાદ ભારતીય ટીમ હવે છેક ડિસેમ્બરમાં દ. આફ્રિકામાં ટેસ્ટ મેચ રમશે. આથી રહાણે જેવા ખેલાડીઓ માટે ટેસ્ટ ટીમની દાવેદારી બનાવી રાખવા માટે આ આખરી મોકો છે. 

પહેલા મેચ ત્રણ દિવસમાં સમાપ્ત કરનાર ભારતીય ઇલેવનમાં ફેરફારને બહુ અવકાશ નથી. બસ, જોવાનું એ રહે છે કે જયદેવ ઉનડકટ ટકી રહે છે કે તેના સ્થાને નવદીપ સૈની કે મુકેશકુમારમાંથી કોઇ એકને તક મળી રહે છે. પહેલા મેચમાં અશ્વિન અને રવીન્દ્રની સ્પિન જાળમાં વિન્ડિઝ ટીમ ફસાઇ ગઇ હતી. મેચ ભારતીય સમય અનુસાર ગુરુવારથી સાંજે 7-30થી શરૂ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ