નવી દિલ્હી, તા.27 : ન્યુઝીલેન્ડ વિરુદ્ધના બીજા ટેસ્ટની ભારતીય ઇલેવનમાં ફરી એકવાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો સમાવેશ ન કરવાના નિર્ણયની સુનિલ ગાવસ્કર સહિત બીજા પૂર્વ ખેલાડીઓએ ટીકા કરી છે. ગાવસ્કરે કહ્યંy છે કે રવીન્દ્ર જાડેજાને સતત બીજા ટેસ્ટમાં બહાર રાખવાનો નિર્ણય ભારતીય ટીમ મેનેજમેન્ટની સૌથી મોટી ભુલ છે. જાડેજાની સ્પિન બોલિંગ ચોથા-પાંચમા દિવસે ઘણી ઉપયોગી.....