હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા પહેલાં જ ડ્રૉન નષ્ટ કરાયું : ભારતે ચિંતા દર્શાવી
નવી દિલ્હી, તા. 16 : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સાઉદી અરબ અને યમન હવે યુદ્ધના મુખ્ય કેન્દ્ર બની રહ્યાં છે. સાઉદી અરબે દાવો કર્યો છે કે યમનના હુતી બળવાખોરો દ્વારા ઇસ્લામના સૌથી પવિત્ર શહેર મક્કાને નિશાન બનાવીને એક ડ્રોન લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે, સાઉદી એર ડિફેન્સે સમયસર આ ડ્રોનને હવામાં જ તોડી પાડીને મોટો અકસ્માત ટાળ્યો છે. બીજી તરફ હુતી જૂથે આ દાવાને તદ્દન ખોટો ગણાવ્યો છે. મક્કામાં ડ્રોન હુમલાના હેવાલને ચિંતાજનક ગણાવીને ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, મક્કા વિશ્વભરના મુસ્લિમો માટે