સ્થાનિક ભાવ વધશે, નિકાસ મોંઘી થશે : નબળા ચોમાસાનું કારણ
મુંબઈ, તા. 17 : પાક પાકવાના નિર્ણાયક તબક્કે અપૂરતા વરસાદને કારણે ભારતમાં ચોખાના ઉત્પાદનમાં છેલ્લા એક દાયકામાં પ્રથમ વખત અને લગભગ 20 વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાઈ શકે છે. વિશ્વના સૌથી મોટા ચોખા ઉત્પાદક અને નિકાસકાર દેશમાં ઉત્પાદન ઘટવાને પગલે સ્થાનિક ભાવો વધશે અને નિકાસ મોંઘી બનશે, જ્યારે વૈશ્વિક બજારમાં થાઇલેન્ડ અને વિયેતનામ જેવા સ્પર્ધક દેશોમાં....