વાશીમાં કિલો દીઠ 700થી 1200ના ભાવે મુહૂર્તના સોદા થયા
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 17 : ઓમેગા-3 થી ભરપૂર અને આરોગ્ય માટે ગુણકારી ગણાતા કાશ્મીરનાં અખરોટની નવી સિઝન ગત સપ્તાહે શરૂ થઇ છે, વાશી એપીએમસીના વેપારીઓએ નવી સિઝનનાં મૂર્હુતના સોદા કિલો દીઠ 700 થી 1200 રૂપિયાના ભાવે કર્યા હોવાના અહેવાલ છે. આ વખતે કાશ્મીરમાં અખરોટનો પાક ગત સિઝન કરતાં 20 ટકા જેટલો વધારે હોવાથી ભાવ ટકેલા રહેશે. મુંબઇ ડ્રાયફ્રુટ એસોસિએશનનાં ખજાનચી....