રાતા સમુદ્રમાં હૂતીઓ અમેરિકાનાં જહાજોને નિશાન નહીં બનાવે, અમેરિકાની સાઉદીને મદદ નહીં
વોશિંગ્ટન, તા. 17 : મસ્કતમાં ગત અઠવાડિયે અમેરિકાના અધિકારીઓ અને હુતી નેતાઓએ અમેરિકી દૂતાવાસમાં બેઠક કરી હતી, જેમાં બંને વચ્ચે ગુપ્ત સમજૂતી સધાઇ હતી. એક અહેવાલ મુજબ અમેરિકાને હુતીઓએ કહ્યું કે, તેઓ રાતા સમુદ્રમાં અમેરિકી જહાજોને નિશાન બનાવશે નહીં. બદલામાં અમેરિકા હુતીઓ વિરુદ્ધ સાઉદી અરેબિયા જે લશ્કરી કાર્યવાહી કરે છે તેમાં મદદ કરશે નહીં. જો કે, રાતા સમુદ્રમાં રહેલા સાઉદીના જહાજો અને જે સાઉદી અરેબિયાના તેલનું પરિવહન કરે છે, તેને હુતીઓ ટાર્ગેટ બનાવશે તેવું જણાવ્યું હતું. હુતી નેતાઓએ એવી