• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

સની અને ધર્મેન્દ્ર સારવાર કરાવવા નહીં પણ અમેરિકા ફરવા ગયા છે   

અભિનેતા સની દેઓલ પિતા ધર્મેન્દ્રને સારવાર કરાવવા અમેરિકા લઈ ગયો હોવાના અહેવાલો આવતા ચાહકો ચિંતિત થઈ ગયા હતા. પરંતુ સનીએ અહેવાલોને રદિયો આપતાં તેમના વૅકેશનનો વિડિયો સોશિયલ મીડિયા પર મૂકયો છે. જયારે ધર્મેન્દ્રએ પણ આરામ કરતો અને શ્વાન સાથે રમતો વિડિયો મૂકયો છે. સનીએ બે મિત્રો સાથેનો વિડિયો મૂકયો છે જેમાં લખ્યું છે, પિઝા પાર્ટી, મજા કરીએ છીએ. જયારે ધર્મેન્દ્રએ પોતાના પાળતું શ્વાન સાથેનો વિડિયો એક્સ પર મૂકીને લખ્યું હતું. લાંબા સમય બાદ અમેરિકામાં વૅકેશન ગાળું છું. ટૂંક સમયમાં મારી નવી ફિલ્મ માટે પાછો આવી જઈશ. 

દરમિયાન સનીના પ્રવકતાએ જણાવ્યું હતું કે, અભિનેતા પિતાની સારવાર માટે નહીં પણ માતા-પિતા બંનેને લઈને ફરવા અમેરિકા ગયો છે. ધર્મેન્દ્રની તબિયત સારી છે અને તેઓ ત્યાં મજા કરી રહ્યા છે. 

ફિલ્મ ગદર-ટુને મળેલી સફળતાનો આનંદ સની માણી રહ્યો છે. ફિલ્મે પ્રથમ દિવસે ચાલીસ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને અત્યારે તે પાંચસો કરોડની કલબમાં પહોંચી ગઈ છે.