• બુધવાર, 25 નવેમ્બર, 2026

પ્રિયાંશ આર્યનો ટી-20 ક્રિકેટમાં 19 છગ્ગાથી 181 રનનો રેકૉર્ડ

તામિલનાડુ વિરુદ્ધ દિલ્હીના કેપ્ટન પ્રિયાંશની 68 દડામાં 181 રનની વિસ્ફોટક ઇનિંગ 

વિશ્વ કક્ષાએ બીજો સર્વાધિક વ્યકિતગત સ્કોર

ઈન્દોર, તા.24: સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં દિલ્હીના કેપ્ટન પ્રિયાંશ આર્યએ તામિલનાડુ વિરુદ્ધ 68 દડામાં 19 છક્કા અને 7 ચોક્કાની મદદથી 181 રનની વિસ્ફોટક ઇનિંગ રમી છે. જે ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સર્વોચ્ચ વ્યકિતગત સ્કોર છે જ્યારે વિશ્વ કક્ષાએ બીજો સૌથી મોટો સ્કોર છે. 25 વર્ષીય આ ડાબોડી બેટધર દ. આફ્રિકાના લુઆંડ્રે પ્રિટોરિયસના વર્લ્ડ રેકોર્ડથી 188 રનથી માત્ર....