મુંબઈ, તા. 24 (પીટીઆઈ) : દક્ષિણ મુંબઈના એક કલ્ચરલ સેન્ટરમાં રવિવારે સવારે 13 વર્ષની વિદ્યાર્થિનીનો વિનયભંગ કરનારા ડ્રામા ટીચરને પોલીસ શોધી રહી છે. રવિવારે સવારે સરકારી સહાયથી ચાલતા આ કલ્ચરલ સેન્ટરમાં આઠમા ધોરણની વિદ્યાર્થિની નાટકના રિહર્સલ માટે વર્કશૉપમાં આવી હતી ત્યાં આ ઘટના બની હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થિની કલ્ચરલ સેન્ટરના પહેલા માળે....