• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

અૉગસ્ટમાં વેપાર ખાધ ઘટીને $ 24.16 અબજ થઈ

રત્ન અને આભૂષણોની માગ તેમ નિકાસ ઘટી

નવી દિલ્હી, તા. 15 (એજન્સીસ) : દેશની અૉગસ્ટ માસમાં વેપાર ખાધ ગત વર્ષની સમાનગાળાની તુલનાએ 2.8 ટકા ઘટીને 24.16 અબજ ડૉલર થઈ હતી, જે અૉગસ્ટ 2022માં 24.86 અબજ ડૉલર વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે શુક્રવારે જણાવ્યું હતું.

અૉગસ્ટમાં નિકાસ 34.48 અબજ ડૉલરની થઈ હતી, જ્યારે આયાત 58.64 અબજ ડૉલરની થઈ હતી. જુલાઈમાં નિકાસ 32.25 અબજ ડૉલરની હતી, જ્યારે આયાત 52.92 અબજ ડૉલરની થઈ હતી.જોકે, વાર્ષિક ધોરણે જોઈએ તો ગત વર્ષે 37.02 અબજ ડૉલરની નિકાસ થઈ હતી. વર્ષે પેટ્રોલિયમના નીચા ભાવને કારણે સમગ્ર નિકાસ ઘટી હોવાનું બર્થવાલે જણાવ્યું હતું.

અૉગસ્ટમાં અમેરિકામાં થયેલી નિકાસ વાર્ષિક ધોરણે ઘટીને 31.55 અબજ ડૉલર થઈ હતી, જે ગત વર્ષે સમાનગાળામાં 35.15 અબજ ડૉલરની 

થઈ હતી.અૉગસ્ટમાં સેવાઓની નિકાસ 26.39 અબજ ડૉલર હતી અને આયાત 13.86 અબજ ડૉલરની હતી, જ્યારે જુલાઈમાં સેવાક્ષેત્રની નિકાસ 27.17 અબજ ડૉલર હતી અને 14.85 અબજ ડૉલરની આયાત હતી.

બર્થવાલે વધુમાં જણાવ્યું હતું કે કેટલાંક ક્ષેત્રોનો વેપારમાં સકારાત્મક વિકાસ થયો છે. એન્જિનિયરિંગ ગુડ્ઝનો 7.33 ટકા વિકાસ થયો હતો, જ્યારે ઇલેક્ટ્રોનિક ગુડ્ઝનો 26.29 ટકા વિકાસ થયો હતો. ઉપરાંત, સિરામિક ગુડ્ઝ, ડ્રગ્સ, ફાર્મા, કૃષિક્ષેત્ર વગેરે ક્ષેત્રની ચીજવસ્તુઓના વેપારમાં