અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 17 : મગફળીનો પાક બજારમાં હજુ આવવાનો શરૂ થયો છે તે પૂર્વે સટ્ટોડિયાઓએ સીંગતેલમાં તેજીની ગૅમ કરી નાંખી છે. જન્માષ્ટમી પૂર્વે સીંગતેલના ભાવ જે ગતિએ ઘટીને પછડાયા હતા એ પછી હવે તેજી નહીં આવે એ મુદ્દે સૌ મક્કમ થઈ ગયા હતા. જોકે, છેલ્લાં ત્રણ દિવસથી ફરી સટ્ટોડિયાઓ સક્રિય થતા ભાવ ડબે રૂા. 150 વધારી નાંખવામાં આવ્યો છે. આમ સીંગતેલનો નવો ડબો રૂા. 3070-3120 થઈ ગયો છે. એક મહિના પછી ફરી એ જ વિક્રમી ભાવ જોવા મળ્યો છે.
નવી મગફળીની આવક સૌરાષ્ટ્રમાં રોજ 30-35 હજાર ગૂણી સુધી પહોંચી ગઈ છે. પાછલા વર્ષનો બધો જ સ્ટોક વપરાઈ ગયા પછી યાર્ડમાં જરાય આવક થતી ન હતી. જોકે, હવે નવા માલ આવવા લાગતા યાર્ડ ફરીથી મગફળીથી ઉભરાવા લાગ્યા છે. ગોંડલ અને રાજકોટ સહિતના યાર્ડમાં નોંધપાત્ર આવક થવા લાગી છે. નવી મગફળીની આવક સાથે સીંગતેલના ભાવ પર મનોવૈજ્ઞાનિક અશર પડતી હોય છે અને ભાવ તૂટતા જાય છે, પણ આ વર્ષે ઊલ્ટી ગંગા છે.
સીંગતેલના ભાવ વધતા જાય છે. ત્રણ દિવસમાં જ ડબો રૂા. 150 મોંઘો થઈ ગયો છે. સીંગતેલના નવા શેર કરો -