• બુધવાર, 25 નવેમ્બર, 2026

બહેનના હત્યારા ભાઈની કોર્ટમાં આત્મહત્યા

નવી મુંબઈની કોર્ટે આજીવન કેદની સજા સંભળાવ્યાની ગણતરીની મિનિટોમાં જીવન ટૂંકાવ્યું 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 (પીટીઆઈ) : નવી મુંબઈની કોર્ટમાં આજે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બહેનની હત્યા અને પત્નીના હત્યાના પ્રયાસમાં આજીવન કેદની સજા કોર્ટે સંભળાવતાં આરોપીએ ગણતરીની મિનિટોમાં ઇમારતના પાંચમા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. મોતની છલાંગ લગાવનારા આરોપીનું નામ નાગેશ બાબુ લાડ હતું. 2019માં આરોપી નાગેશ લાડને પત્નીને બનેવી સાથે અનૈતિક સંબંધની....