• સોમવાર, 04 માર્ચ, 2024

એટીએસ દ્વારા છ બાંગ્લાદેશીઓની ધરપકડ  

મુંબઈ, તા. 12 : એન્ટિ ટેરરિસ્ટ સ્કવૉડની ટીમે મુંબઈના ત્રણ જુદા જુદા વિસ્તારોમાંથી ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. એટીએસની ટીમે મુંબઈ પોલીસ સાથે મળીને શનિવારે રાતે વાડીબંદરના બીપીટી રોડ ઉપરથી પહેલા અમીના શેખ (36)ની ધરપકડ કરી હતી, ત્યાર બાદ તેણે આપેલી માહિતીના આધારે રવિવારે ઇમરાન આલમ શેખ, તમજીત શૌકત મુલ્લા, અલામિન જાવેદ સરદાર, હસન નૂરી ઇસ્માઇલ મોરલ, સુકેરાલી ખાલેક મંડલ એમ અન્ય પાંચ બાંગ્લાદેશીઓને તાબામાં લીધા હતા. તમામ આરોપીઓ બાંગ્લાદેશી નાગરિક છે. બાંગ્લાદેશમાં બેરોજગારી અને ભૂખમરાને કારણે તેઓ ભારત ભાગી આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટીએસે સઘન તપાસ શરૂ કરી છે.