શીતાગાર જેવા યુરોપિયન દેશોમાં ભઠ્ઠી જેવી ગરમીને કારણે 1300 જેટલાં મોત આખા વિશ્વ માટે ચોંકાવનારી બાબત છે. બૅલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, આયર્લૅન્ડ, ઈટલી, પોલૅન્ડ, ચેક પ્રજાસત્તાક, સ્પૅન અને બ્રિટનમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સે.ને પાર કરી ગયો છે. યુરોપિયન દેશોમાં સાતત્યપૂર્વક હીટવૅવ સામાન્ય બની રહી છે. અનેક જગ્યાએ રસ્તા પીગળવા લાગ્યા છે તો ક્યાંક રેલવેના પાટા અતિશય ગરમીને કારણે ઉખડી ગયા છે. પેરિસની 38 હૉસ્પિટલના ઈમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં ચોવીસ કલાકની અંદર ત્રણ હજારથી વધુ લોકોએ લૂ, ડીહાઈડ્રેશન તથા હૃદય સંબંધી સમસ્યાઓ લઈને પહોંચ્યા હતા. બ્રિટન અને ઈટલી હાઈ ઍલર્ટ પર છે અને સ્વિત્ઝર્લૅન્ડમાં પહાડોનાં શિખર પરનો હિમ પૂર્ણપણે બહુ વહેલો પીગળી ગયાની ઘટના નોંધાઈ છે. યુરોપિયન દેશો 1976 અને 2003ની હીટવૅવની ઘટનાઓને યાદ કરી રહ્યા છે. 2003માં હીટવૅવને કારણે આશરે 70 હજાર લોકોનાં મોત થયાં હતાં. એ વખતે અપવાદરૂપ ગણાયેલી આ બાબત હવે નિયમિતપણે સામાન્ય બાબત થઈ રહી છે. એક તો પહેલેથી જ ઈંધણ કટોકટી અને જીવન જીવવાના અસહ્ય ખર્ચ વચ્ચે જીવી રહેલા યુરોપ માટે આ હીટવૅવ ચિંતાનો વિષય છે. યુરોપની સમસ્યા વધુ ગંભીર એ કારણથી પણ છે કે, ત્યાં ઍરકન્ડિશનર બહુ ઓછા છે અને ઠંડા હવામાનને કારણે પંખા પણ ઓછા છે અને ઘરની બારીઓ પણ આખી ખોલી શકાતી નથી. આવામાં, 40 ડિગ્રી તાપમાન યુરોપિયનો માટે અસહ્ય થઈ રહ્યું છે.
ક્લાયમેટ ચૅન્જનો સામનો
આખું વિશ્વ કરી રહ્યું છે, પણ યુરોપ પર તેની તીવ્રતા અન્યોથી વધુ છે. 1990થી લઈને અત્યાર
સુધીમાં આ ખંડના તાપમાનમાં 0.56 ડિગ્રીનો વધારો થયો છે, જે વિશ્વના બાકીના ભાગોમાં
થયેલા વધારા કરતાં લગભગ બમણું છે. આનું મુખ્ય કારણ છે આર્કટિકમાં હિમનું પીગળવું અને
ગ્રીન હાઉસ ગૅસીસ. પર્યાવરણ સાથે થઈ રહેલાં ચેડાં અને કથળી રહેલા સંતુલનની અસરોથી કોઈ
સુરક્ષિત નથી. પૅરિસ કરારમાં ફૉસિલ ફ્યુએલનો ઉપયોગ ઘટાડી કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ
ઘટાડવાની દિશામાં થઈ રહેલા પ્રયાસની અસર ધીમી છે અને વિકાસશીલ દેશો પર તેઓ આનો ટોપલો
ઢોળે છે. જોકે, સૌથી મોટો દેશ અમેરિકા આ કરારમાંથી બહાર નીકળી ગયો છે અને ચીન પર કોઈનું
નિયંત્રણ નથી. આથી, ક્લાયમેટ બાબતે વિશ્વને ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે. વિશ્વભરની સરકારોએ એકમેક સાથે સહકાર સાધી પોતાની
નીતિઓમાં પર્યાવરણને પ્રાથમિકતા આપ્યા વિના છૂટકો નથી અન્યથા યુરોપમાં જે થઈ રહ્યું
છે એ તો ટ્રેલર માત્ર છે.
બ્રિટન અને ઈટલી હાઈ
ઍલર્ટ પર છે અને સ્વિત્ઝર્લૅન્ડમાં પહાડોનાં શિખર પરનો હિમ પૂર્ણપણે બહુ વહેલો પીગળી
ગયાની ઘટના નોંધાઈ છે