• મંગળવાર, 30 જૂન, 2026

મલાવીથી આયાત થનારી તુવેરમાં જૂના અને નવા માલ મિક્સ થયાની ફરિયાદ

આફ્રિકાની તુવેરમાં ભેજ વધારે હોવાથી આવકો મોડી પડશે : આયાતકારોને માલ ચકાસીને લેવા ભલામણ   

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઈ, તા. 29 : નવી સિઝનમાં આફ્રિકાના મલાવી દેશમાંથી ભારતમાં આયાત થનારી તુવેરમાં નવા માલની સાથે જૂના માલ મિક્સ થયા હોવાની ફરિયાદ ઉઠતા સોદા ખોરંભાયા હોવાના અહેવાલ છે. આ સાથે જ ભારતીય વેપારીઓને સાવધાન રહેવા તુવેરના આયાતકારોએ ભલામણ કરી છે. ભારતમાં તુવેરની નિકાસ કરનારા નિકાસકારે....