મુંબઈ, તા. 25 : જાપાનીઝ સરકાર વતી સહાય પૂરી પાડતી જાપાન ઈન્ટરનેશનલ કો-અૉપરેશન એજન્સી (જેઆઈસીએ)એ વડાલાથી ગેટવે વચ્ચે દોડનારી મુંબઈ મેટ્રો લાઈન 11ના પ્રથમ તબક્કા માટે 92.4 અબજ યેન (અંદાજે રૂા. 5500 કરોડ)ની સત્તાવાર વિકાસ સહાય (ઓડીએસ) આપવા ભારત સરકાર સાથે કરાર પર સહી કરી હતી. આ કરાર પર દિલ્હીમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના સંયુક્ત સચિવ આલોક તિવારી....