• ગુરુવાર, 09 મે, 2024

મહુઆ મોઈત્રાએ અનુરાગ ઠાકુરના આરોપો ફગાવ્યા

નવી દિલ્હી, તા. 29 : લોકસભામાં પૈસા લઈને સવાલ કરવાના મામલામાં ભાજપ નેતાઓ અને ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા વચ્ચેનો વિવાદ અને શાબ્દિક પ્રહારો હજી પણ ચાલી રહ્યા છે. આ દરમિયાન ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા મુકવામાં આવેલા આરોપોને ખારિજ કર્યા છે. મહુઆ મોઈત્રાએ કહ્યું છે કે ભાજપ પાસે કોઈપણ પુરાવા નથી. 

મહુઆ મોઈત્રાનું નિવેદન ભાજપ નેતા અનુરાગ ઠાકુર દ્વારા કરવામાં આવેલા પ્રહારો બાદ સામે આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે.  જેથી આ બનાવની તપાસ અને યોગ્ય કાર્યવાહી ઝડપી કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે મહુઆ મોઈત્રાને નિશિકાંત દુબે દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ સંબંધે બીજી નવેમ્બરના રોજ એથિક્સ સમિતિ સામે હાજર રહેવા કહેવામાં આવ્યું છે. જો કે મોઈત્રાએ પાંચ નવેમ્બર બાદનો સમય માગ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ