ભારતના 223 રનના જવાબમાં કેરેબિયન ટીમ 209 રન જ બનાવી શકી, અભિષેકની અડધી સદી : અર્શદીપની ત્રણ વિકેટ
નવી દિલ્હી, તા. 11 : ભારતીય ટીમે પાંચ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીના ત્રીજા મુકાબલામાં વેસ્ટ ઇન્ડિઝને 14 રને પરાજય આપીને રોમાંચક જીત નોંધાવી છે. પ્રથમ બાટિંગ કરતાં ભારતે નોંધાવેલા 223 રનના જવાબમાં કેરેબિયન ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 209 રન જ બનાવી.....