નવીદિલ્હી, તા. 7 : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) સંબંધિત એક માહિતી સામે આવી છે. બન્ને દેશો વચ્ચે 24 એપ્રિલે આ સમજૂતી પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. આ સમજૂતીથી ભારતીય નિકાસકારોને દ્વિપક્ષીય દેશના બજારમાં પોતાનાં ઉત્પાદનો માટે શૂલ્કમુક્ત પ્રવેશ મળશે અને આગામી 15 વર્ષમાં લગભગ 20 અબજ ડોલરના રોકાણની અપેક્ષા છે. બન્ને દેશે....