• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

અમેરિકા-ઈરાન ટકરાવ ખતરનાક વળાંકે

એકબીજાનાં જહાજો ઉપર હુમલા : ઈરાને અમેરિકાનાં યુદ્ધ જહાજોને ભગાડયાનો દાવો કર્યો

નવી દિલ્હી, તા.6: ઈરાન અને અમેરિકાનો ટકરાવ હવે ખતરનાક વળાંક ઉપર આવી ગયો છે. ઈરાનની સેના ઈસ્લામિક રિવોલ્યુશ્નરી ગાર્ડ કોર્પ્સ(આઈઆરજીસી) દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તેના દ્વારા અમેરિકાની નૌસેનાનાં એક વિમાન વાહક જહાજ અને એક નેવી ડિસ્ટ્રોયરને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઈલો દાગવામાં આવી હતી. જો કે અમેરિકી સેનાએ ઈરાનનાં આ દાવાઓને ફગાવી દીધા હતાં.