મુંબઈ, તા. 6 (પીટીઆઈ) : ગૌડ સારસ્વત બ્રાહ્મણ (જીએસબી) સેવા મંડળ, મુંબઈએ આગામી ગણેશોત્સવ માટે રૂા. 703 કરોડનું સૌથી મોટી રકમનું વીમા કવચ લીધું છે. ગયા વર્ષે જીએસબી સેવા મંડળને રૂા. 474 કરોડનું વીમા કવચ મળ્યું હતું, એનાથી આ વર્ષે મોટી રકમનું વીમા કવચ મળ્યાનું મંડળ તરફથી જણાવાયું છે. મુંબઈના સૌથી સમૃદ્ધ અને લોકપ્રિય જીએસબી ગણપતિ પાંચ દિવસ બિરાજમાન થાય છે.