જિલ્લા અધ્યક્ષ અને વિધાનસભ્યના પુત્ર વિરુદ્ધ કેસ નોંધાયો
પાલઘર/મુંબઈ, તા. 6
(પીટીઆઈ) : દહીંહંડીની ઉજવણીમાં ઘવાયેલા ગોવિંદાઓને તબીબી સારવારનાં બિલ અંગે હૉસ્પિટલના
કર્મચારીઓને કથિતરૂપે ધમકી આપવા અને મારપીટ કરવા અંગે પોલીસે શિવસેનાના પાલઘર જિલ્લાના
વડા કુંદન સંખે, પાલઘર શહેરના વડા રાહુલ ઘરાત અને વિધાનસભ્ય રાજેન્દ્ર ગાવિતના પુત્ર
રોહિત ગાવિત સહિત કુલ 17 જણ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.