બિહારનાં પ્રવાસ પછી રાહુલે સોનિયાને કહેલું, જો સુરક્ષા નહીં વધારાય તો અંતિમ સંસ્કારમાં જવાનો વખત આવશે
નવી દિલ્હી, તા.24: કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમના પિતા પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની સુરક્ષા જાણીજોઈને હટાવવામાં આવી હતી. તેમની હત્યા થઈ શકે એટલા માટે જ આવું કરવામાં આવ્યું હતું. રાહુલે એક વીડિયોમાં માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી સાથે આ વાત કહી હતી. વીડિયોમાં તેઓ સોનિયા ગાંધીનાં પુસ્તક બિલોંગિંગ: એ જર્ની ઓફ લવ વિશે ચર્ચા કરતા જોવા....