• ગુરુવાર, 09 મે, 2024

વડા પ્રધાન મોદીના નાસિકમાં રામદર્શન, મુંબઈમાં અટલ સેતુનું લોકાર્પણ  

મુંબઈ, તા. 12 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના મુંબઈમાં અટલ બિહારી વાજપેયી શિવરી-ન્હાવા શેવા સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. રૂા. 17,840 કરોડથી વધુના ખર્ચે બનેલો પુલ મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ, મુંબઈના બંદરને ન્હાવા શેવા બંદર તેમ મુંબઈથી પુણે, ગોવા અને દક્ષિણ ભારતના પ્રવાસનું અંતર ઘટી જશે. શનિવારથી પુલ સામાન્ય નાગરિકો માટે ખુલ્લો મુકાશે, જેનો એક તરફનો ટોલ રૂા. 200 રાખવામાં આવ્યો છે. 

અટલ સેતુ ભારતનો સૌથી લાંબો પુલ છે અને દેશનો 12મો સૌથી લાંબો દરિયાઇ પુલ છે, જે દરિયામાં 16.5 કિમી અને જમીન ઉપર 5.5 કિમી એમ કુલ 21.8 કિમી લાંબો લેનનો છે. 

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકને અટલ બિહારી વાજપેયી શિવરી-ન્હાવા શેવા સેતુ નામ અપાયું છે. પુલ ઉપર દરરોજના 70 હજાર વાહનો દોડશે અને પુલની વયમર્યાદા 100 વર્ષ છે.  

અટલ સેતુનાં બાંધકામમાં 1,77,903 મૅટ્રિક ટન સ્ટીલ અને 5,04,253 મૅટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ થયો છે. 

અટલ સેતુના શુભારંભ બાદ મુંબઈ અને નવી મુંબઈનું અંતર અઢી કલાકથી 20 મિનિટનું થઇ ગયું છે. અટલ સેતુ ઉપર ફોર વ્હીલ વાહનો માટે વેગમર્યાદા 100 કિમીની રાખવામાં આવી છે. નિષ્ણાતોના મતે અટલ સેતુ એન્જિનિયરિંગનું અદ્ભુત સર્જન છે. 

પ્રાણપ્રતિષ્ઠા પહેલાં મોદીએ શરૂ કર્યું 11 દિવસનું અનુષ્ઠાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થતા પહેલા તીર્થનગરી નાસિકથી 11 દિવસનું અનુષ્ઠાન શરૂ કર્યું છે. સાથે તેમણે કહ્યું હતું કે જે અનુભવ તેમને થઈ રહ્યો છે તેવો પહેલા જીવનમાં ક્યારેય થયો નથી. તેઓ તૈયારીને લઈને ભાવુક છે. પહેલી વખત જીવનમાં આવા મનોભાવમાંથી પસાર થઈ રહ્યા છે. મોદીએ એક્સ ઉપર ઓડિયો સંદેશ જારી કરતા કહ્યું હતું કે તેઓનું સૌભાગ્ય છે કે પુણ્ય અવસરના સાક્ષી બનશે. પ્રભુએ તેઓને પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ભારતવાસીઓનું પ્રતિનિધિત્વ કરવાના નિમિત્ત બનાવ્યા છે. જેને ધ્યાન લઈને પોતે 11 દિવસનું અનુષ્ઠાન શરૂ કરી રહ્યા છે. જેમાં તમામ જનતા જનાર્દનના આર્શિવાદના આકાંક્ષી છે. જીજાબાઈને જન્મ જયંતી ઉપર યાદ કરતા મોદીએ પોતાના માતાની પણ વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ જીવનના અંત સુધી સીતારામની માળાના જાપ કરતા રહ્યા હતા. 

મોદીએ સંદેશની શરૂઆત સિયાવર રામચંદ્ર કી જય અને રામ રામ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે જીવનના અમુક ક્ષણ ઈશ્વરીય આશીર્વાદના કારણે યથાર્થમાં બદલ્યા છે. આજે તમામ ભારતીય અને દુનિયાભરમાં ફેલાયેલા રામભક્તો માટે પવિત્ર અવસર છે. ચારે તરફ પ્રભુ શ્રીરામની ભક્તિનું અદ્ભુત વાતાવરણ છે. ચારે તરફ રામ નામની ધુમ છે. દરેકને 22મી જાન્યુઆરીની રાહ છે. એક મોટી જવાબદારી છે. શાત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરના યજ્ઞ, આરાધના માટે સ્વયંમાં દૈવિય ચેતના જાગૃત કરવી પડે છે. માટે શાત્રોમાં વ્રત અને કઠોર નિયમ બતાવવામાં આવ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ