• શનિવાર, 27 એપ્રિલ, 2024

ફિલ્મોની સફળતાની આગાહી કોઈ કરી શકે નહીં : અક્ષય કુમાર  

બૉલીવૂડમાં મોટા મોટા કલાકારોની ફિલ્મો પણ ઊંધા માથે પટકાઈ છે. બિગ બજેટ ફિલ્મ પણ દર્શકોને પસંદ આવતા બૉક્સ અૉફિસ પર જોઈએ તેવું પ્રદર્શન કરી શકી નથી. આવા કલાકારોની યાદીમાં અક્ષય કુમારનું નામ સામેલ છે. તેની પણ એક પછી એક એમ ઘણી ફિલ્મોએ બૉક્સ અૉફિસ પર ફ્લોપ થઈ હતી. 

સેલ્ફી અને મિશન રાનીગંજ જેવી ફિલ્મોની અસફળતા બાદ અક્ષયે અંગે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, બૉક્સ અૉફિસની સફળતાની આગાહી કોઈ કરી શકે નહીં અને તે કોઈના કન્ટ્રોલમાં પણ હોતી નથી. એક કલાકાર તરીકે હું મારી દરેક ફિલ્મ માટે મહેનત કરું છું. હું અલગ અલગ પ્રકારની ફિલ્મો કરવાનું પસંદ કરું છે. સફળતા મળે કે મળે મેં હંમેશાં આવી રીતે કામ કર્યું છે અને કરતો રહીશ. કોઈ સામાજિક સંદેશો આપતી ફિલ્મ હોય, કે કૉમેડી હોય કે ઍક્શન હોય કે કોઈ દમદાર સબજેક્ટ હોય. એક સમય હતો જ્યારે મારા કરિયરમાં એકધારી 16 ફિલ્મો ફ્લોપ થઈ હતી, પણ હું નિરાશ થઈને હાર્યો નહોતો. ત્યાં ઊભો હતો અને કામ કરતો રહ્યો હતો અને આગળ પણ આમ કરીશ.

નોંધનીય છે કે અક્ષયની ટાઈગર શ્રોફ સાથેની એરિયલ ઍક્શન ડ્રામા બડે મિયાં છોટે મિયાં 10મી એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ઈદ નિમિત્તે રિલીઝ થનારી ફિલ્મ દર્શકોને પસંદ આવે એવી અપેક્ષા અક્ષયને છે.