• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

આ સપ્તાહમાં 15 કંપનીઓનાં જાહેર ભરણાં ખૂલશે, 9 કંપનીઓના શૅરનું લિસ્ટિંગ થશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : આ સપ્તાહમાં 15 કંપનીઓનાં જાહેર ભરણાં ખૂલશે, એમાંથી 11 ઇસ્યૂ મેન બોર્ડ પ્લૅટફૉર્મના છે. 9 સપ્ટેમ્બરના એક જ દિવસે 9 કંપનીઓનાં જાહેર ભરણાં ખૂલવાના છે. પ્રણવ કન્સ્ટ્રક્શન્સનું રૂા. 351.03 કરોડનું ભરણું 7 સપ્ટેમ્બરે ખૂલશે અને 9 સપ્ટેમ્બરે બંધ થશે. શૅરદીઠ પ્રાઇસ બેન્ડ રૂા. 118થી રૂા. 124ની નક્કી કરવામાં આવી છે. અપના લોજિસ્ટિક્સનું રૂા. 34.14 કરોડનું....